<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5415 રૂપિયા બોલાયો : જાણો અન્ય 27 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,647.44 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 27 માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,647.44 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5415 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3100 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4780 રૂ., બોટાદમાં 4580 રૂ., ગોંડલમાં 4531 રૂ., ધ્રાંગધ્રામાં 4400 રૂ., જસદણમાં 4200 રૂ., હળવદમાં 4140 રૂ., રાજકોટમાં 4115 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 2,647.44 ટન આવક થઇ છે.

(7:56 PM IST)