<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

આણંદમાં ધોરણ 12 નો વિધાર્થી પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો

ડી. એન. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલી ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરીને લખતા ઝડપાયો

આણંદમાં ધોરણ 12 નો વિધાર્થી પરીક્ષામાં ચોરી કરતાં ઝડપાયો છે.  ડી. એન. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલી ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, આણંદ ખાતે આજે પહેલા પેપરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપતો એક વિદ્યાર્થી કાપલીમાંથી ચોરી કરીને લખતા ઝડપાયો છે. આ વિદ્યાર્થી કોપી કેસ કરતા ઝડપાયો હોય તેની સામે બોર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(9:55 PM IST)