<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે 1 માર્ચથી 28 જૂન સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે : જાણો સમયપત્રક

આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે:ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

અમદાવાદ :આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડામાં વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09411/09412 અમદાવાદ-ગ્વાલિયર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (કુલ 36 ટ્રીપ રહેશે)

ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 1 માર્ચથી 28 જૂન, 2025 સુધી દર શનિવારે અમદાવાદથી રાત્રે 20.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરના 13.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 2 માર્ચથી 29 જૂન, 2025 સુધી દર રવિવારે ગ્વાલિયરથી સાંજે 16.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.05 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

(9:56 PM IST)