તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
પીએમ માટે અભેદ સુરક્ષા ચક્ર રચતાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જના વિવિધ જિલ્લાઓમાંથી અધિકારીઓ અને સ્ટાફનાં જામનગરમાં ધામાઃ પોલિસના વજનદાર બુટ, સાયરન ગુંજી રહ્યા છે : એસપી પ્રેમસુખ ડેલુ ટીમ દ્વારા સતત નિરીક્ષણ... બોમ્બ ડીસ્પોઝલ સ્કોડ દ્વારા તસુ એ તસુ જમીનની ચકાસણી : જામનગરની ઇતિહાસ ભૂગોળથી પરિચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં એસપી નિતેશ પાંડેને મહત્વની જવાબદારીઃ ગીર સોમનાથ એસપી મનોહરસિહ જાડેજા ટીમ પણ એક્ટિવ મોડમાં

રાજકોટ તા.૧: ચાલુ માસમાં બે તબક્કે સૌરાષ્ટ્ અને ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના કાર્યક્રમનો આજ સાંજથી જામનગર ખાતેથી પ્રારંભ કરી જામનગર સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવાના હોવાથી પોલીસ બંદોબસ્ત રણનીતિમાં ધરખમ ફેરફાર સાથે રાજકોટ રેન્જ વડા અશોકકુમાર યાદવ જાતે જામનગર પહોંચી લોખંડી બંદોબસ્તનો માસ્ટર પ્લાન એસપી પ્રેમસુખ ડેલું, જામનગરનો અનુભવ ધરાવતા દ્વારકા એસપી નીતીશ પાંડે વિગેરે સાથે ઘડી કાઢયો છે અને જામનગર શહેર અને રાજકોટ રેન્જના વિવિધ જિલ્લામાંથી અધિકારીઓ અને પોલીસ સ્ટાફ જામનગર બોલાવી લીધો છે.
વડાપ્રધાન કાલે રિલાયન્સમાં રિફાઇનરી અને વન્ય જીવન પ્રાણીઓ માટે ચાલતા અભિયાન સહિતનાં કાર્યક્રમો માટે જવાના હોવાથી આખા રૂટનું પોલીસ દ્વારા ફાઇનલ રિહર્સલ કરવામાં આવેલ.
વડાપ્રધાન અહીથી સાસણની મુલાકાત લેશે અહી રાષ્ટ્રીય વન જીવન બોર્ડની ખૂબ મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બોર્ડમાં ખૂબ ઉચ્ચ લેવલના મહાનુભાવો હોય છે.જંગલ સફારીનો આનંદ માણવા સાથે સોમનથ ખાતે પૂજા અર્ચના સાથે સોમનાથ ટ્રસ્ટ બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ પર આવી સોશ્યલ એર ક્રાફટમાં દિલ્હી જશે.(૨.૨૦)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
