<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

રાજ્યમાં બીજા દિવસે ભૂકંપના આંચકા: વલસાડમાં 2.6ની તીવ્રતાએ ધરા ધ્રુજી

શુક્રવારે તાલાલા ગીર પંથકમાં આંચકા બાદ શનિવારે સવારે વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા :લોકોમાં ફફડાટ

વલસાડમાં આજે સવારે ભૂકંપનો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2.6ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે .

  અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

(12:00 PM IST)