<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

GPSC ની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખો જાહેર કરાઈ

સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2, મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2, હિસાબી અધિકારી વર્ગ-1/2ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

અમદાવાદ :ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ -1, વર્ગ-2 અને વર્ગ-3 સંવર્ગોની વિવિધ મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરતી સંદર્ભે પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2, મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2, હિસાબી અધિકારી વર્ગ-1/2 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3, નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-3 માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની લેવામાં આવે છે તથા તેના મૂલ્યાંકનમાં સારો એવો સમય જતો હોય છે.

ગુજરાત સેવા આયોગે જણાવ્યું છે કે, આ ભરતીમાં મૂલ્યાંકનની પ્રક્રિયા ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તે માટે યોગ્ય તજજ્ઞોની આવશ્યકતા રહે છે જેની સંખ્યા મર્યાદિત છે. જેથી જો ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવી હોય તો મુખ્ય પરીક્ષાઓ એ રીતે ગોઠવવામાં આવે જેથી એક પરીક્ષાનું મૂલ્યાંકન પૂર્ણ થાય ત્યારબાદ બીજી પરીક્ષા લેવામાં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓનું સમયપત્રક જાહેર કરાયો છે

    ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2,ની પ્રિલીમનરી પરીક્ષાની તારીખ 20.4.2025 જ્યારે મુખ્ય પરીક્ષાની તારીખ 20,21,27,28/9/2025 રહેશે. મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પ્રિલીમનરી પરીક્ષા 06/06/2025 મુખ્ય પરીક્ષાની તારીખ 10થી 17/12/2025 દરમિયાન. હિસાબી અધિકારી વર્ગ-1/2ની પ્રિલીમનરી પરીક્ષા તા.06.06.2025 તેમજ મુખ્ય પરીક્ષાની તા.10 થી તા.17/12/2025 દરમિયાન. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ પ્રિલીમનરી પરીક્ષા તા.21/12/2025 જ્યારે મુખ્ય પરીક્ષા તા.1થી 10 જૂન 2026 યોજાશે. નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-3ની પ્રિલીમનરી પરીક્ષા તા.07/09/2025 યોજાશે. મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026 યોજાશે

(7:09 PM IST)