તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન રિ-ડેવલોપમેન્ટ બાદ કેવું દેખાશે? : રેલવે મંત્રીએ હેરિટેજ લુકનો શેર કર્યો વીડિયો
રેલવે સ્ટેશન પર અંડર ગ્રાઉન્ડ મેટ્રો, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે. જેથી ટ્રાન્સ્પોર્ટેશનના ત્રણેય ફોર્મેટ એક જ સ્થળે હોય, તેવું આ દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનશે

અમદાવાદ સ્થિત કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તેના રિ-ડેવલોપમેન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.ગત જૂન મહિનાથી કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ, જે આગામી જૂન-2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. એવામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે રિ-ડેવલોપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી.
ખુદ રેલવે મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પણ શેર કર્યો છે. જેમાં રિ-ડેવલોપમેન્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશનને હેરીટેજ લુક આપેલ દર્શાવ્યો છે.
આ તકે રેલવે મંત્રીએ જણાવ્યું કે, મોદી સરકાર ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક ધરોહરને જાળવવા કટિબદ્ધ છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં ઝૂલતા મિનારાને ધ્યાનમાં રાખીને કેટલાક ઈનોવેશન કરવામાં આવ્યા છે.
અત્યારે મલ્ટી મૉડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ના ટાવરનો પાયો નંખાયો છે. જે બાદ દર 20-25 દિવસમાં એક-એક ફ્લોર તૈયાર કરવામાં આવશે. આ સિવાય એલિવેટેડ રોડના ટાવર્સ બન્યા, જેનાથી ટ્રાન્સ્પોર્ટેશન સરળ બની જશે. અમદાવાદ રેલવે સ્ટેશનનો મુખ્ય દ્વારા ગુજરાતની સંસ્કૃતિના આધારિત છે. જ્યારે ફ્રન્ટ એલિવેશન અમદાવાદના સાંસ્કૃતિક વરસાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
વધુમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં આ રીતે રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ હાથમાં લેવાય, તો તેને પૂરો કરવામાં 10 થી 12 વર્ષનો સમય લાગતો હોય છે. જો કે મોદી સરકારના કાર્યકાળમાં કામની ગતિ કંઈક અલગ જ છે.
રિ-ડેવલોપમેન્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર 12 જેટલા પ્લેટફોર્મ હશે, જ્યાં દરેક પ્લેટફોર્મ પર ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર હશે. આમ કુલ મળીને 21 લિફ્ટ, પાંચ સીડીઓ અને 4 જેટલા કાર લિફ્ટ પણ હશે.
આ રેલવે સ્ટેશન પર અંડર ગ્રાઉન્ડ મેટ્રો, વચ્ચે ટ્રેન અને ઉપર બુલેટ ટ્રેનનું સ્ટેશન હશે. જેથી ટ્રાન્સ્પોર્ટેશનના ત્રણેય ફોર્મેટ એક જ સ્થળે હોય, તેવું આ દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બની રહેશે. આ ઉપરાંત BRTS, AMTS, ઑટો અને ટેક્સી તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે પ્લાનને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
