<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

દીકરી બોર્ડની પરીક્ષા આપે તે પહેલા થયું પિતાનું મોત

પુત્રી પર દુઃખનો પહાડ તૂટ્યો : ઘરમાં પિતાનો મૃત્યુદેહ મુકાયો હતો, અને પરિવાર દ્વારા હુંફ આપવામાં આવી અને દીકરી અશ્રુ ભીની આંખે હિમ્મત ભેર પરીક્ષા આપવા ગઈ

વલસાડ,તા.૧

વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા નો પ્રારંભ થયો છે અને આ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ઘણો તાણ અનુભવતા અને તેવા સમયે માતા અને પિતા પોતાના સંતાનોને હિંમત આપતા હોય છે, પરંતુ આવા કટોકટીના સમયે જ હિંમત આપનાર પિતા જ સાથ છોડી જાય તો સંતાનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય અને તેને ઉજાગર કરતો કિસ્સો વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા.. જે આદિવાસી બહુમૂલ્ય ધરાવતો વિસ્તાર કપરાડામાં સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે રહેતી ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીએ ૨૭મી ફેબ્રુઆરી ગુરુવારથી શરૃ થયેલ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જાય તે પહેલાં જ મળશકે પિતાને હાર્ટએટેકનો હુમલો આવ્યો અને પિતાનું મૃત્યુ થયું. ઘરમાં એક તરફ પિતાનો મૃતદેહ અને પુત્રીનું હૈયાફાટ રૃદન એવા કપરા સમયમાં પરિવારના સ્વજનોએ સ્થાવના આપતા દીકરી મક્કમ મને બોર્ડની પરીક્ષા આપવા ગઈ, પિતાના નિશ્ચેચેતન દેહને રુદમ સાથે પગે લાગી બોર્ડના પ્રથમ દિવસે જ પરીક્ષા આપવા ગઈ. દિકરીની આવી વિપતી ટાણે દાખવેલી હિંમત સૌ ગ્રામજનોએ બિરદાવી હતી

(10:06 PM IST)