<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

સાબરમતી જેલમાં મળેલા ગુનેગારોએ જેલમાંથી છુટી શરૂ કર્યો નવો ધંધો :ફરી જેલમાં જવાનો વારો આવ્યો.

ત્રણે આરોપીઓ લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા જેવા ગંભીર ગુનામાં કેદ હતા:ત્રણે વચ્ચે મિત્રતા થઈ અને જેલમાંથી છૂટ્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું.

અમદાવાદની સાબરમતી જેલમાં ભેગા થયેલા ગુનેગારોએ જેલમાંથી છૂટ્યા બાદ ફરિવાર ગુનાખોરી શરૂ કરી. ઘરફોડ ચોરી કરવા માટે પહેલા વાહનની ચોરી કરી અને એક બાદ એક છ ગુનાને અંજામ આપી દીધો. પરંતુ અમદાવાદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે રૂપેન્દ્રસિંઘ સુર, સસપાલસિંઘ કલાની, કરતારસિંગ તીલપિથીયા અને મનોજકુમાર સોની નામનાં 4 આરોપીઓની ઘરફોડ ચોરીનાં ગુનામાં ધરપકડ કરી છે. આ આરોપીઓએ અમદાવાદમાં અને ગાંધીનગરમાં છ જેટલી ચોરીને અંજામ આપતા ફરિવાર જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન અલગ અલગ જગ્યાઓ પરના 150 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી અને તે કારના આધારે જ ઝોન 1 LCB ની ટીમ આ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓની તપાસ કરતા તે અલગ અલગ જગ્યા ઉપર હોવાની હકીકત ધ્યાને આવી હતી. જેથી પોલીસે અમદાવાદ આણંદ અને મહારાષ્ટ્રથી ચારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

ઝોન 1 LCB એ આરોપીઓને પકડી તપાસ કરતાં સામે આવ્યું કે આરોપીઓમાંથી રૂપેન્દ્રસિંઘ સુર, શશપાલસિંગ કલાની અને કરતારસિંગ તિલીપિથીયા આ ત્રણે આરોપીઓ લાંબા સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હત્યા જેવા ગંભીર ગુનામાં કેદ હતા. જ્યાં ત્રણે વચ્ચે મિત્રતા થઈ અને તેઓએ જેલમાંથી છૂટ્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યું. વર્ષ 2023 માં આરોપીઓ જેલમાંથી બહાર આવતા તેઓએ સૌથી પહેલા ગાંધીનગર વિસ્તારમાંથી એક કારની ચોરી કરી હતી જોકે તે કાર જૂની હોવાથી સરખી ચાલતી ન હોય તેને એક જગ્યાએ મૂકીને અન્ય એક કારની ચોરી કરી અને તે કારનો ઉપયોગ કરીને ઘાટલોડીયા, રાણીપ, સાબરમતી, ચાંદખેડા અને ગાંધીનગરમાં કુલ 23 લાખના મુદ્દામાલની ઘરફોડ ચોરી કરી હતી.

ઝોન 1 LCB એ આરોપીઓ પાસેથી કુલ 5.52 લાગતી વધુની કિંમતનો ચોરીનો મુદ્દા માલ તેમજ ત્રણ વાહનો, બે મોબાઈલ ફોન અને રોકડ 10,000 સહિત 8.64 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં મનોજકુમાર સોની અન્ય ત્રણ આરોપીઓ જે ઘરફોડ ચોરી કરીને સામાન લાવતા હતા તેને સોની સુધી પહોંચાડવા માટેનું કામ કરતો હતો. તેવામાં આરોપીઓએ અમુક દાગીના નકલી હોવાની આશંકાએ કેનાલમાં ફેંકી દીધા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે, જેથી પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી અન્ય મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:20 PM IST)