તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd March 2025
ગાંધીનગર જુના સચિવાલયમાં GST અધિકારી સુરેન્દ્રસિંહ પુરોહિત 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
GST નંબરમાં ઓફિસનું સરનામું બદલવા અને ધંધાનો હેતુ બદલવા મેમો નહિ આપવા લાંચ માંગી હતી.

ગાંધીનગર જુના સચિવાલય બ્લોક નંબર - 20 ખાતે રાજ્ય વેરા નિરીક્ષક ક્લાસ ટુ અધિકારી 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે.
ગાંધીનગર જુના સચિવાલયમાં સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ખાતે રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા લાંચિયા સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીત રૂ. 10,000 ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા અધિકારી સુરેન્દ્રસિંહ પુરોહિતે GST નંબરમાં ઓફિસનું સરનામું બદલવા અને ધંધાનો હેતુ બદલવા મેમો નહિ આપવા લાંચ માંગી હતી.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
