<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ગુજરાતના પૂર્વ મંત્રી બિમલ શાહની કારને ડમ્‍પરે ઉડાડીઃ કારનો બુકડોઃ આબાદ બચાવ

કપડવંજથી અમદાવાદ પરત ફરતી વખતે પીઠાઇ ટોલ પ્‍લાઝા પાસે અકસ્‍માત નડ્યો

અમદાવાદઃ રાજયના  ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કપડવંજના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહની કારને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધાની માહિતી સામે આવી છે. બિમલ શાહ તેમના પૂર્વ મતવિસ્તાર કપડવંજની મુલાકાતે ગયા હતા તે સમયે જ આ ઘટના બની હતી. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજથી અમદાવાદ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા ટેક્સ બચાવવા તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે અહીંથી પસાર થતા પૂર્વ મંત્રી બિમલ શાહની કારને પણ અડેફેટે લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. 

કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર સદનસીબે કારમાં સવાર પૂર્વ મંત્રી બિમલ શાહનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતા કાર્યકરો અને હોદ્દેદારોએ ખબર અંતર પૂછ્યા હતા. તોરણાથી છીપડી માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકો વાહન પરનો કાબુ ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટના બને છે.

(11:57 AM IST)