હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવસારીના અમલસાડ ગામની કન્યાશાળાના મધ્યાહન ભોજનમાં નીકળી ઈયળ, ફૂડ વિભાગે નમૂના લીધા

નવસારીઃ જિલ્લાના અમલસાડ ગામની કન્યા શાળામાં 228 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. જેમાં નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે. ત્યારે ગઈ કાલે પીરસાયેલા ભાતમાં ધોરણ 4ની વિદ્યાર્થીનીના ભોજનમાંથી મોટી ઈયળ નીકળી હતી. ભાતમાં ઈયળ નીકળતા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને ભોજન લેતા અટકાવ્યા હતા અને SMC અધ્યક્ષે મધ્યાહ્ન ભોજન મુદ્દે વિરોધ દર્શાવતા ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગે નમુના તેવાની કાર્યવાહી કરી હતી.
નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહ્ન ભોજનમાં અગાઉ પણ જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહ્ન ભોજન પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે અવાર નવાર મધ્યાહ્ન ભોજનમાં જીવાત નીકળવા છતાં, નાયક ફાઇન્ડેશનને ક્લીન ચીટ મળે છે. ત્યારે હવે ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. ત્યારે નાયક ફાઉન્ડેશન સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ યક્ષ પ્રશ્ન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
