તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
વડોદરામાં દોડીને રસ્તો ક્રોસ કરવા જતા ST બસની અડફેટે બાળકનું મોત

વડોદરાઃ શહેરના અમિત નગર સર્કલ પાસે ગત રોજ હ્રદયદ્રાવક ઘટન બનવા પામી હતી. જેમાં દોડીને રસ્તો ક્રોસ કરી રહેલ 8 વર્ષીય બાળકનું એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ વડોદરાનાં અમિત નગર બ્રિજની નીચે છૂટક મજૂરી કામ કરતો શ્રમિક પરિવાર ઉભો હતો. ત્યારે સાંજનાં સુમારે 8 વર્ષીય બાળક માતા સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે બાળક દોડીને રોડક્રોસ કરવા જતા આવી રહેલ એસટી બસની અડફેટે આવી જતા બાળક પર એસટી બસનું ટાયર ફરી વળતા બાળકનું મોત નિપજ્યું હતું.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
