<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી ઘનશ્યામ મહારાજના ૮૧ મા પાટોત્સવે ભવ્ય પંચામૃત અભિષેક તેમજ ભવ્યતા સભર અન્નકૂટ યોજાયો...બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો... એરફોર્સ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે યોજાયેલા ચતુર્થ દિવસીય કાર્યક્રમમાં શ્રી ઘનશ્યામ મહારાજના ૮૧ મા પાટોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજને ભવ્ય પંચામૃત અભિષેક કરાયો હતો તથા ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનો ૪૬ મો પીઠાર્પણ મહોત્સવ પણ ભવ્યતા સભર ઉજવાયો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૪૦ યુનિટ બ્લડ એકત્ર થયું હતું.

એરફોર્સ દ્વારા નારી સુરક્ષા, સ્વરક્ષક, સ્વાભિમાની માટે મહિલા જાગૃતિ કાર્યક્રમમાં એર માર્શલ પ્રકાશભાઈ દેસાઈ રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કૃત પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિવિશષ્ઠ સેવા મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ તથા રમેશભાઈ મેંહદીલત્તા એરફોર્સ એસોસિયેશનના એક્ઝિક્યુટિવ મેમ્બરની ઉપસ્થિતિમાં લત્તાબેન વાધેલા અને સુમિતભાઈ શુકલ નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટે બહેનો માટે આત્મરક્ષણ અંગેનું નિદર્શન કર્યું હતું.

આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલ આદર્શ આચારસંહિતારૂપ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવવું.  શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત દરેક હરિભક્તોએ શિક્ષાપત્રીનું લેખન કાર્ય કરવું  જેથી તન અને મન ભગવદ્ પરાયણ બનશે , એકાગ્રતા વધશે અને તેનાથી ભગવાનની ભકિતમાં અભિવૃધ્ધિ થશે. મનુષ્ય જીવન શોભાવવા માટે વિરતા , શ્રધ્ધા, વિશ્વાસ, સમર્પણ જેવા ગુણો આત્મસાદ કરીશું તો જીવન કમળની પેઠે મહેંકી ઉઠશે; જેમ કે સત્સંગ, સંસ્કાર અને ભકિતથી મનુષ્ય જીવન હર્યું ભર્યું રહે છે. આ અવસરનો લ્હાવો દેશ વિદેશના ભાવિક હરિભકતોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

 

(4:43 PM IST)