<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ઉધોગપતિ ગૌતમ અદાણીએ સુરતમાં પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં દર્શન કર્યા

ગૌતમ અદાણી અને પ્રીતિબેન અદાણીએ પૌરાણિક જૈન દેરાસરમાં ભગવાનના દર્શન કરીને આરતી કરી

સુરત :જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી સુરતના મહેમાન બન્યા હતા. સુરતમાં ગૌતમ અદાણી અને તેમના પત્નીએ પ્રાચીન શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં દર્શન કરીને આરતી કરી હતી.

ઉધોગપતિ ગૌતમ અદાણી અને તેમના ધર્મ પત્ની પ્રીતિબેન અદાણી સુરતએ સુરત શહેરના શાહપોર સ્થિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસરમાં દર્શન કરવા માટે આવ્યા હતા. અહીં તેમનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌતમ અદાણી અને પ્રીતિબેન અદાણીએ પૌરાણિક જૈન દેરાસરમાં ભગવાનના દર્શન કરીને આરતી કરી હતી. સુરત એરપોર્ટથી સીધા તેઓ મુગલીસરા વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પહોંચ્યા જ્યાં પરમાત્માના દર્શન કરીને આરતી ઉતારી હતી.

દેરાસરમાં સોના-હીરાની ઝવેરાતથી શણગારવામાં આવેલી ભવ્ય આંગી તથા જિનાલયની સુશોભિત શોભા જોઈ તેઓ ભાવવિભોર થઈ ગયા હતા. ગૌતમ અદાણી અને પ્રિતિ અદાણીના આગમન પર જૈન સંઘ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

(4:48 PM IST)