<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બિમલભાઈ શાહની કારને નડ્યો અકસ્માત

બિમલ શાહની કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી: કારને ભારે નુકશાન

કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને કેશુભાઈ પટેલની સરકારના પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહની કારને અકસ્માત થયો છે, જો કે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી, પરંતુ કારને ભારે નુકસાન થવા પામ્યું છે.

  કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા ચકલીયા કુવા પાસે અકસ્માત થયો હતો.  બિમલ શાહની કારને બેફામ દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. કપડવંજથી અમદાવાદ જતા ડમ્પરો પીઠાઈ ટોલ પ્લાઝા ટેક્સ બચાવવા તોરણાથી છીપડી માર્ગ પર બેફામ દોડી રહ્યા છે. તોરણા થી છીપડી માર્ગ બિસ્માર હોવાથી વાહન ચાલકો વાહન પરનો કાબો ગુમાવતા અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બની રહી છે.

(5:38 PM IST)