તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd March 2025
ગુજરાત પોલીસની હાઈટેક કામગીરી :દાહોદમાં LCBએ ડ્રોનની મદદથી ચોરોને ઝડપી પાડયા
અંવિતા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમા એક શંકાસ્પદ શખ્શનો પીછો કરતા સમગ્ર મામલો બહાર આવ્યો : હરીયાણાના બે શખ્શો સહીત દાહોદ LCBએ ડમ્પર કબજે કયુઁ

રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવે છે. ત્યારે હવે ચોરોને પકડવા માટે ગુજરાત પોલીસ અધતન ટેક્નોલોજીનો સહારો ળઇ રહ્યું છે. દાહોદમાં પણ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં દાહોદ પોલીસે ફરી એક વાર ડ્રોનની મદદથી ચોરોને ઝડપી પાડ્યા હતા.
ડ્રોનની મદદથી ગુજરાત પોલીસે હવે એક ડમ્પર લૂંટારુને પકડવામાં સફળતા મેળવી છે. ડમ્પર લૂંટીને ભાગી ગયેલો ગેંગ લીડર પોલીસથી બચવા માટે મકાઈના ખેતરમાં છુપાઈ ગયો હતો પરંતુ પોલીસ ડ્રોન દ્વારા તેને જોવામાં આવ્યો હતો. ગુજરાતના DGP વિકાસ સહાયે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવા બદલ પ્રશંસા કરી છે. તેણે X પર આ રસપ્રદ પીછોનો વીડિયો પણ શેર કર્યો છે.
દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ડમ્પર સહિત બે શખ્સોને ઝડપી પાડયા છે. અંવિતા હોટલ નજીક એક ફોર વ્હીલર ગાડીમાં એક શંકાસ્પદ શખ્સનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હરિયાણાના બે શખ્સ સહિત દાહોદ LCBએ ડમ્પર પણ કબજે કર્યું છે. ત્યારે વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો છે
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
