બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-૨૦૨૫નું આયોજન:તા.૧૮ થી ૨૧ માર્ચ ૨૦૨૫ દરમ્યાન સોમનાથ ખાતે કરાશે
બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ ૦૭ માર્ચ ૨૦૨૫ સુધી https://sportsauthority.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે: આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં વિજેતા ટીમને અનુક્રમે રૂ.૩ લાખ, રૂ.૨ લાખ અને રૂ.૧ લાખના રોકડ પૂરસ્કાર અપાશે

અમદાવાદ :રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્ધારા સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ ૨૦૨૫નું આયોજન તા.૧૮ માર્ચ થી ૨૧ માર્ચ ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવશે એમ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવાયું છે કે, આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઓપેન એજ ગ્રુપમાં યોજવામાં આવશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ રમતમાં ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.. જેમાં વિજેતા ટીમને અનુક્રમે રૂ.૩,૦૦,૦૦૦/-, રૂ.૨,૦૦,૦૦૦/- અને રૂ.૧,૦૦,૦૦૦/-ના રોકડ પૂરસ્કાર આપવામાં આવશે.
બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલમાં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન માટે https://sportsauthority.gujarat.gov.in/ પરથી ફોર્મ ડાઉનલોડ કરી વિગતવાર માહિતી ભરીને પોતાના જિલ્લાની જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૦૫ માર્ચ થી તા.૦૭ માર્ચ ૨૦૨૫ સુધી કચેરી સમય દરમ્યાન ફોર્મ જમા કરવાનું રહેશે. આ સ્પોર્ટ્સ ફેસ્ટીવલની વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧નો સંપર્ક કરવા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
