હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદની ફૂડ ફોરેસ્ટ હોટલમાંથી હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું :35 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓની ધરપકડ
સોલા પોલીસની સર્વલેન્સ સ્કોર્ટની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો: શહેરના નામચીન લોકો આ જુગારના કેસમાં ઝડપાયા

અમદાવાદ ખાતે આવેલી ફૂડ ફોરેસ્ટ હોટલમાં ચાલી રહેલા જુગાર ધામ પર રેડ કરી 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. હોટલના રૂમમાજ આ સમગ્ર જુગાર ધામ ઝડપાયો છે. સોલા પોલીસની સર્વલેન્સ સ્કોર્ટની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની ફૂડ ફોરેસ્ટ હોટલ ખાતે આ હાઇ પ્રોફાઇલ કેસ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ 8 જેટલા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ફૂડ ફોરેસ્ટની રૂમમાં આ જુગાર ધામ ચાલતો હોવાની માહિતી સોલા પોલીસને મળી હતી. જે બાતમીને આધારે હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના નામચીન લોકો આ જુગારના કેસમાં ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરોડામાં અમદાવાદના અલગ-અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે.
ફૂડ ફોરેસ્ટ હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હોવાની બાતમી સોલા પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરવામાં આવી. જે દરમ્યાન રંગે હાથ આ તમામ આરોપીઓ ઝડપાયા હતા. રાત્રિ દરમ્યાન આ જુગાર ધામ ચાલતો હતો.
જુગાર રમતા તમામ ઈસમો પાસેથી રૂપિયા 3 લાખથી વધુ રોકડ તથા 4 લાખથી વધુના 11 મોબાઈલ ફોન તથા લાલ તથા 3 ફોર વ્હીલર કુલ રૂપિયા 35.27 લાખના મુદ્દા માલ સાથે તમામ આરોપીઓ ઝડપી પાડ્યા છે. જેમાં તેજસ શાહ, બિંદેશ પટેલ, તરુણ પટેલ, ધ્રુવ ઠક્કર, તેજસ પટેલ ,ધવલ ગાંધી, જયેશ પટેલ, સુનિલ ગોસ્વામી સહિતના લોકો જુગાર રમતા ઝડપાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
