<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

વડોદરાના અટલાદરા વિસ્તારમાં વર્ધમાન એન્કલેવનમાં લુખ્ખા તત્વોએ પાન પાર્લર સળગાવવાનો પ્રયાસ કર્યો

બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્શોએ આગની ઘટનાને અંજામ આપી ફરાર: ઘટના CCTVમાં કેદ ;પોલીસ તપાસનો ધમધમાટ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા વર્ધમાન એન્કલેવનમાં કેટલાક તત્વોએ પાન પાર્લર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હરકત CCTV કેદ થતા પોલીસ પણ કામે લાગી હતી.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા વર્ધમાન એન્કલેવમાં આવેલા પટેલ પાન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના પહેલી માર્ચના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બની હતી. જેમાં બાઈક પર આવેલા અજાણ્યા ઇસમે બંધ દુકાનના શટર પર જ્વલંતશીલ પ્રવાહી નાખીને આગ લગાવી હતી જે સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

જે દુકાનમાં આગ લગાડવામાં આવી હતી. તેની બહાર સોડા માટેનો ગેસનો બોટલ પણ હતો. જો તેમાં આગ લાગી હોત તો મોટી હોનારત પણ થઈ હોત, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. દુકાનના માલિક નિકુલ પટેલે અટલાદરા પોલીસ મથકે આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે આ પ્રકારના અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

દુકાનના માલિક નિકુલ પટેલે જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીના રાત્રે હું દુકાન બંધ કરીને ઘરે ગયો હતો 10:30 વાગે, ત્યાર પછી પહેલી તારીખે સવારે પાંચ વાગ્યે કોઈ માણસ કે આ રીતે આગ લગાવીને જતો રહે છે અને મને ખબર પડી સવારે 8:00 કલાકે, બાજુવાળા કાકા જ્યારે કચરો વાળતા હોય છે, ત્યારે એમણે મને ફોન કરીને જાણ કરી કે તમારી દુકાનમાં આગ લાગી છે. એટલે હું સવારમાં આવું છું અને હું નોર્મલ જોવું છું કે કંઈક કારણ સર આગ લાગી હશે. એટલે પછી હું કંઈ બહુ ધ્યાન આપતો નથી.

દુકાન સાફ સફાઈ કરવા માટે પણ બે માણસ લાવું છું અને સાફ-સફાઈ કરાવવાનો પણ પ્રયત્ન કરું છું, પણ એટલામાં કોમ્પ્લેક્સના સીસીટીવી ચેક કર્યા તો એની અંદર મને જાણવા મળ્યું કે, કોઈ અજાણ્યો ઈસમ સવારમાં પાંચ વાગ્યે બાઈક લઈને આવે છે. કોમ્પ્લેક્સની અંદર ક્રોમા તરફથી આવે છે અને કોમ્પ્લેક્સમાં મારી દુકાન આગળ બાઈક ઉભો રાખે છે. એની બાઈક ઉપર એક થેલી લટકાવેલી છે. લગભગ સીડી ડીલક્ષ બાઈક હોય એવું મને લાગી રહ્યું છે. હવે એની અંદરથી શું કેમિકલ કે પેટ્રોલ જેવું કંઈ કાઢે છે. અને શટર આગળ નાખી અને ત્યાં દીવાસળી લગાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો, પણ એ કેમેરાની અંદર દેખાય છે પણ એનો ક્લિયર ચહેરો કે નંબર પ્લેટ તે દેખાતી નથી. એ કદાચ સરકારી કેમેરાના માધ્યમથી કે સરકારી ફૂટેજ થી આપણને જાણવા મળી શકે એમ છે.

આ તો મારી ઉપર કોઈ અંગત અદાવત હોવાના કારણે કર્યું હોય એમ લાગે છે, પણ હવે કોણ હોઈ શકે શું હોઈ શકે એ મને કશી ખબર નથી. પણ કદાચ આ મારી પર કરવા જતા આખું કોમ્પ્લેક્સ જેમકે બાજુમાં હોટલ છે ગેસના બાટલ હતા. મારો ઓક્સિજનનો બાટલ બહાર હતો અને આ ઉપર જે છે એસીકેપીસી એની અંદર આખા કોમ્પ્લેક્સ ના વાયરીંગ આવેલા છે, તો જો આગ પકડી લે તો આખું કોમ્પ્લેક્સ આગ પકડી શકત. પરંતુ આગ ઓલવાઈ ગઈ. આ અંગેની જાણ કાચી અરજી તરીકે પોલીસ સ્ટેશનમાં પીઆઇ સાહેબને રૂબરૂ મળીને આપેલ છે.

(9:19 PM IST)