News of Monday, 3rd March 2025
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા
પત્ની અને બાળકોને મળીને પરત ફરતો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિએ કેડીલા બ્રિજ પાસે 34 વર્ષીય યુવકની તીક્ષણ હથિયાર વડે ઉપરા-છાપરી ઘા મારી હત્યા કરી

અમદાવાદ :શહેરમાં ક્રાઈમની ઘટનાઓ ખુબ જ વધી રહીં હોય તેવા સમચાર છાસવારે સામે આવી રહ્યાં છે. શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ હોવાનું પણ અત્યારે સામે આવ્યું છે. આ મામેલે પોલીસે અત્યારે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા. જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી અને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. રમજાન માસમાં તેમણે ફરીથી નિકાહ કરવાનું પણ નક્કી કર્યું હતું.
મૃતક અજીજ અવાર નવાર પત્ની અને બાળકોને મળવા માટે વટવા ખાતે જતો હતો. મૃતક અજીજ રવિવારે સવારના સમયે પત્ની અને બાળકોને મળવા માટે ઘરથી નીકળ્યો હતો. રમજાનના તહેવારના કારણે તે બાળકોને પૈસા અને કપડાં અપવવા માટે ગયો હતો. રાત્રિ દરમિયાન મૃતક પાછો નરોડા માટે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ કેડીલા બ્રિજ પાસે 34 વર્ષીય યુવકની તીક્ષણ હથિયાર વડે ઉપરા-છાપરી ઘા મારી હત્યા કરી નીપજાવી હતી.
હત્યાની ઘટનામાં વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેડિલા બ્રિજ પાસે ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
