તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 3rd March 2025
રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : દરિયાકાંઠાના 50 કિમી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે
છેલ્લા 2 વાવાઝોડામાં મોટાભાગે વીજપોલ પડી જતા અંધારપટ છવાયો હતો. બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્યપ્રધાને સૂચના આપી

અમદાવાદ : રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. દરિયાકાંઠાના 50 કિમીના વિસ્તારમાં વીજ લાઈનોમાં મોટાપાયે ફેરફાર થશે. 50 કિમી જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલીતકે વીજ લાઈનનું કામ પૂર્ણ કરાશે. છેલ્લા 2 વાવાઝોડામાં મોટાભાગે વીજપોલ પડી જતા અંધારપટ છવાયો હતો. બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્યપ્રધાને સૂચના આપી હતી. મુખ્યમંત્રીની સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાયાની ઉર્જા પ્રધાને માહિતી આપી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
