<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજયપાલની તબિયત નાતંદુરસ્‍તઃ કાલનો ગીરગંગા પરીવાર ટ્રસ્‍ટનો કાર્યક્રમ રદ

રાજકોટઃ આવતીકાલ તા.૪ માર્ચ ના રોજ, મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના માતળશ્રીના સ્‍મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા. ત્‍યારબાદ કાલાવડ રોડ, કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો, ઉધોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકળતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્‍ધ અમળત સમાન પાણીનું મહત્‍વ અને પાણીનું યોગ્‍ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપવાના હતા તેમાં ગુજરાત ના અલગ અલગ જીલ્લા માંથી પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો અને ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ ના વરસાદી પાણીના યોગ્‍ય જતન માટે ચેકડેમ રીપેરીંગ, ઊંડા,ઊંચા તેમજ નવા કરવા અને રીચાર્જ બોર કરવા માટે દાતાઓના આર્થિક સહયોગ છે તેવા ર હજાર થી વધુ લોકો આવવાના હતા જે કાર્યક્રમ રદ કરવામાં આવેલ હોવાનું ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના દિલીપભાઇ સખીયા મો. ૯૪૨૭૨ ૦૭૮૬૮ એ જણાવ્‍યું છે.

(3:08 PM IST)