તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે તેના માટે જવાબદાર કોણ? તપાસ માંગતા પ્રવકતા
ગુજરાતમાં છેલ્લા ર૦ વર્ષમાં ૭પથી વધુ અગ્રણીઓ કોંગ્રેસમાંથી જતા રહ્યાઃ જવાબદારો સામે શિક્ષાત્મક પગલા ભરવા મનહર પટેલની રજૂઆત

રાજકોટ, તા. ૩: કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા શ્રી મનહર પટેલએ કેટલાય નેતાઓ કોંગ્રેસ છોડીને જતા રહયા તે બાબતે જવાબદાર કોણ ? તેની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને રજુઆત કરી છે.
મનહર પટેલએ જણાવેલ કે છેલ્લા ૨૦ વર્ષોમાં, ગુજરાતમાં ૭૫ થી વધુ અગ્રણી નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે, જેમાંથી કેટલાકે કોંગ્રેસની વિચારધારા સાથે મતભેદો દર્શાવ્યા છે, જ્યારે કેટલાકએ પ્રદેશ કોંગ્રેસ નેતળત્વ પર આક્ષેપ કર્યો છે. પરંતુ કોઈ વ્યક્તિ વિચારધારાથી ભટકી જાય તે ઠીક છે. પ્રદેશ કોંગ્રેસ નેતળત્વમાં અસંતોષને કારણે જો કોઈ વ્યક્તિ પક્ષ છોડે છે, તો તે ગંભીર બાબત છે. આ સંદર્ભમાં, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેતળત્વને ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અને રાજ્ય કોંગ્રેસના જવાબદાર નેતાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા વિનંતી કરું છું.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
