તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ધારાસભાની કામગીરી શાંતિપૂર્ણઃ આજે વિવિધ પ્રશ્નોની ચર્ચા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩ :.. આજે ગુજરાત વિધાનસભામાં નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રો કેમીકલ્સ તેમજ જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતને લખતા પ્રશ્નોની ચર્ચા પરામર્શ હાથ ધરવામાં આવી હતી.
આજે ગૃહમાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ પોત પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અને આના પ્રત્યુતરમાં જવાબદાર મંત્રીઓએ સભ્યોના પ્રશ્નોને સાંભળી વિગતવાર જવાબો આપ્યા હતાં.
આ ઉપરાંત ગૃહમાં ઉપસ્થિત સભ્યો દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના વિગતવાર જવાબ આપવામાં આવ્યા છે. આમ આજે ગૃહની કામગીરી ખૂબ જ શાંતિપૂર્ણ ચાલી રહી છે.
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ઉપસ્થિત સભ્યોએ શુભકામનાઓ પાઠવી હતી. અને આજના દિવસને ખૂબ જ ગૌરવ ગણી સૌ વધારે વૃક્ષો વાવે અને લિલોતરીનું જતન કરીએ. (પ-ર૧)
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
