તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
સિંહોની જરૂરીયાત શું ? સિંહો બોલી નથી શકતા પરંતુ આપણામાં સંવેદના હોય તો તેમની વ્યથા જરૂર સાંભળી શકીએ
વિશ્વ વન્ય પ્રાણી દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઐતિહાસિક સાસણ મુલાકાત અને વિઝન લાયન @ ર૦૪૭ ની જાહેરાતની શકયતા વચ્ચે ફરી ફરી ઉદભવતો પ્રશ્ન

આજે ત્રણ કારણોસર એક યાદગાર દિવસ છે. (૧). સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૦૧૩ માં ત્રીજી માર્ચને વિશ્વ વન્ય પ્રાણી દિવસ તરીકે જાહેર કરાયેલ. વન્ય પ્રાણીઓનાં મહત્વ વિશે જાગળતિ ફેલાવવા માટે, યુનોની જનરલ એસેમ્બલી દ્વારા આ પહેલ કરવામાં આવી હતી. આ વર્ષની થીમ વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સઃ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાનેટ છે. (૨). ૧૯૫૬ પછી પહેલી વખત નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની મીટીંગ સાસણ ગીર ખાતે યોજાઇ રહી છે, અને (૩) આપણાં દેશનાં વડાપ્રધાન ૧૯૭૨ પછી પહેલી વખત સાસણ ગીર ખાતે આવેલ છે.
સમગ્ર ભારત દેશનાં ૧૦૬ રાષ્ટ્રીય ઉદ્યાન, ૫૭૩ વન્ય પ્રાણી અભયારણ્ય સહિત કુલ ૧૦૧૪ આરક્ષિત વિસ્તારો ની સુરક્ષા અને સંવર્ધન ની જવાબદારી જેનાં પર છે, તે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ આશરે ૪૭ જેટલાં વન્ય પ્રાણી નિષ્ણાંતોનું બનેલું છે. તેનાં ચેર પર્સન તરીકે વડાપ્રધાન હોય છે. તારીખ ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રોજેક્ટ લાયન ની જાહેરાત કરેલ. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા ૨૦૨૨ માં આવતાં ૨૫ વર્ષોમાં એશિયાઈ સિંહોની સુરક્ષા અને સંવર્ધન માટે નો રોડ મેપ VISION LION@2047 તૈયાર કરવાની શરૂઆત થઈ.
આજનાં યાદગાર દિવસે વડાપ્રધાન શ્રી પ્રોજેક્ટ લાયન ની જાહેરાત કરે તેવી શકયતા છે. દસ વર્ષો માટે ઈં ૨૯૨૭.૭૧ કરોડ નાં આ પ્રોજેક્ટમાં સિંહ સંરક્ષણના અનેક પાસાઓ આવરી લેવાયા છે.
૨૦૦૭ માં મધ્ય પ્રદેશમાંથી આવેલ શિકારીઓએ થોડાં સમયમાં જ જુદી જુદી ત્રણ ઘટનામાં કુલ આઠ સિંહોની હત્યા કરી હતી. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાસણ આવેલા. બિન સરકારી માધ્યમો તથાં વન વિભાગના અધિકારીઓ સાથે મિટિંગમાં બધાએ તેમને કઈ કઈ બાબતોની જરૂરિયાત છે, તેની અનેક ફરિયાદો કરેલ. બધાને શાંતિથી સાંભળ્યા પછી તેમણે એક જ સવાલ કરેલ કે આ બધું તો ઠીક પરંતુ સિંહોની શું જરૂરિયાત છે? તેમણે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી ની સ્થાપના કરી, જરૂરી બધી જ વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરીને, શિકારીઓને પકડવાની સફળ કાર્યવાહીમાં અંગત રસ લીધો હતો.
શ્રી મોદીજી દિલ્હી ગયા બાદ, માનવીય પ્રવળત્તિઓને હિસાબે માત્ર દસ વર્ષોમાં ગીર અને બળહદ ગીરનાં અનેક સિંહો સતત મળત્યુ પામી રહ્યા છે. આ ગંભીર બાબતે માર્ચ ૨૦૧૮ માં ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા સુઓ મોટો પીઆઈએલ દાખલ કરાયેલ છે. અતિશય દુઃખની બાબત એ છે કે પ્રશ્રો ઉકેલાવાની બદલે તેમાં નવી નવી બાબતો ઉમેરાયે જ રાખે છે! કોઈપણ આરક્ષિત વિસ્તાર રાજ્ય સરકાર જાહેર કરે છે. વનો તથાં વન્ય પ્રાણીઓની સુરક્ષા ની જવાબદારી પણ રાજ્ય સરકારની છે, તેને બદલે આ બધી બાબતોમાં ન્યાયપાલિકાએ સરકારને પ્રશ્રો પૂછવા પડે છે અને કયારેક ઠપકો પણ આપવો પડે છે, ત્યારે ૨૦૦૭ પછી આજે પણ ફરીથી એ જ સવાલ થાય કે સિંહોની શું જરૂરિયાત છે? સિંહો બોલી શકતા નથી, પરંતુ જો આપણામાં સંવેદના હોય તો આપણે જરૂર તેમની વ્યથા સાંભળી શકીએ છીએ.
વનરાજ ને રહેવા અને વિહરવા માટે પુરતી જગ્યા આવશ્યક છે. તેમનો રહેણાંક વિસ્તાર અને કોરીડોર બ્લોક ન થાય તે રીતે આપણાં વેપાર-ધંધા, હોટેલો અને રીસોર્ટ્સ, અભયારણ્યની બોર્ડરથી ફક્ત થોડા કિલોમીટર દૂર હોય તો કોઈ જ મુશ્કેલી નથી.
અકિલા નાં વન્ય પ્રાણી પ્રેમી વાંચકોને આજનાં શુભ દિવસે એક જ સંદેશ આપવો છે કે જો સ્થાનિક લોકોનો સહકાર અને રાજકીય ઈચ્છા શક્તિ (પોલિટિકલ વીલ) નહીં હોય તો કરોડો રૂપિયા પણ કુદરતી વનો અને વન્ય પ્રાણીઓને સુરક્ષિત નહીં રાખી શકે.
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર.
મો. નં. ૯૪૨૮૨ ૦૩ ૧૧૭

(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
