<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

અમરેલી-અંબાજી યાત્રાધામ વચ્ચે બસ સેવા શરૂ : જાણો રૂટ-સમય સહિતનું સંપૂર્ણ શિડ્યૂલ

2*2 લક્ઝરી કોચની આ બસનો રુટ અમેરલીથી લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, ધંધુકા, અમદાવાદ, અડાલજ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર અને અંબાજી રહેશે

અમદાવાદ :મુસાફરોની માગને ધ્યાને લઈ અમરેલી GSRTC એસટી તંત્ર દ્વારા અમરેલીથી અંબાજી લાંબા રુટની એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

1 માર્ચ, 2025ના રોજથી નિયમિત રીતે અમરેલીથી સાંજે 7-30 વાગ્યે પ્રસ્થાન કરશે, જે બસ બીજે દિવસે સવારે 6.20 વાગ્યે અંબાજી પહોંચશે.

2*2 લક્ઝરી કોચની આ બસનો રુટ અમેરલીથી લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, ધંધુકા, અમદાવાદ, અડાલજ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર અને અંબાજી રહેશે. અંબાજીથી અમરેલી પહોંચવા માટે આ બસ અંબાજી, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અડાલજ, અમદાવાદ, ધંધુકા, બોટાદ, ગઢડા, ઢસા, લાઠી વાળા રુટ પર અમરેલી ખાતે સાંજે ૫ વાગ્યા પછીના સમયે પહોંચે છે.

અંબાજી સુધી પહોંચવા માટે વચ્ચે આવતા વિવિધ સ્થળો સુધી પહોંચવા આ બસ સેવાનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અમરેલી એસટી વિભાગીય નિયામકે એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(6:34 PM IST)