<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

રાજયમાં ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી આંશિક રાહત મળશે: તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે

ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો

અમદાવાદ :ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હાલમાં ચાલી રહેલી હિમવર્ષા અને બરફવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાશે. રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસરને કારણે વાતાવરણમાં ઠંડક રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેશે, જેના કારણે ઠંડા પવનો ફૂંકાશે અને ગરમીથી રાહત મળશે. આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, ત્યારબાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પવનની દિશામાં થતા ફેરફારને કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 36.2 ડિગ્રી, અમરેલીમાં 35.8, મહુવામાં 35.8, કેશોદમાં 35.4, વડોદરામાં 35.2, અમદાવાદમાં 35, ડીસામાં 35, ગાંધીનગરમાં 34.8, ભુજમાં 34.7, સુરેન્દ્રનગરમાં 34.5, સુરતમાં 34.1, પોરબંદરમાં 34, વેરાવળમાં 33.9, વલ્લભ વિદ્યાનગરમાં 33.7, ભાવનગરમાં 33.3, કંડલા પોર્ટમાં 31.9, નલિયામાં 30.6, ઓખામાં 29.6, દ્વારકામાં 27.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 16.5 ડિગ્રી, મહુવામાં 17.1, કેશોદમાં 17.1, અમરેલીમાં 17.6, પોરબંદરમાં 19, ગાંધીનગરમાં 19.5, રાજકોટમાં 19.5, ડીસામાં 20, સુરેન્દ્રનગરમાં 20, કંડલા પોર્ટમાં 20.3, વડોદરામાં 20.4, વેરાવળમાં 20.4, ભુજમાં 20.5, અમદાવાદમાં 20.6, ભાવનગરમાં 20.6, સુરતમાં 21.2, વલ્લભ વિદ્યાનગરમાં 21.6, દ્વારકામાં 23, ઓખામાં 23.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(8:30 PM IST)