તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
ગુજરાત ભાજપ પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોના કાલે ફાઇનલ નામ જાહેર કરશે
સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત ભાજપ દ્વારા આવતીકાલે 4 માર્ચે પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે. આ માટે કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટિલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. સવારે 9 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે, જે મોડી સાંજ સુધી ચાલશે
આ બેઠકમાં પહેલા ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. આ સાથે જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના નગરપાલિકાના હોદ્દેદારો અંગે મંથન થશે. મોટાભાગના નામો આવતીકાલે જ નક્કી કરવાની ભાજપની તૈયારી છે .
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
