તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
અબડાસામાં મહિલા BSF જવાનનો આપઘાત : ડિસેમ્બર મહિનાથી મેડિકલ રજા પર હતા
મેડિકલ રાજા પર ઘરે આવેલા મહિલા બીએસએફ જવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અબડાસામાં મહિલા BSF જવાને આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ મચી જવા પામ્યો છે. મેડિકલ રાજા પર ઘરે આવેલા મહિલા બીએસએફ જવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા BSF જવાને આપઘાત કરી લેતા પરીવાર પર આભ તૂટયું. ભુજ BSFની 59મી બટાલિયનમાં ફરજ બજાવતા 27 વર્ષીય સેજલબેન ગઢવી ડિસેમ્બર 2024થી મેડિકલ રજા ઉપર ઘરે આવેલા હતા. જેમણે ઘરે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. નલિયા પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
