તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd March 2025
આણંદના રાવળાપુરા ગામ પાસે આવેલ નહેરમાં ન્હાવા પડેલા બે મિત્રો પાણીમાં ડૂબી જતા મોત
બને મિત્રોના મોતના પગલે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો

આણંદ જિલ્લાના રાવળાપુરા ગામ પાસેથી પસાર થતી મોટી નહેરમાં ખાતે પહોંચ્યા હતા અને સગીર તેના અન્ય એક મિત્ર સાથે નહેરના પાણીમાં નાહવા પડતા અચાનક નહેરના ઉંડા પાણીમાં ઘરકાવ થઇ જતા બને મિત્રોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું બને મિત્રોના મોતના પગલે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાની નૂર ઇલાહી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અયાન મહેબુબભાઇ વોરા (17) અને રેહાન રાકીમભાઇ વોરા (19) બપોરના સમયે તેમના મિત્રો સાથે મોટી નહેરમાં નાહવા માટે ગયા હતા. જયા અન્ય મિત્રો કેનાલની બહાર જ ઉભા રહ્યા હતા જયારે રેહાન અને અયાન નહેરના પાણીમાં ન્હાવા પડ્યા હતા બને મિત્રો નહેરના પાણી માં નાહવાની મઝા લઇ રહ્યા હતા
દરમિયાન અચાનક નહાતી વખતે અચાનક બંને મિત્રો નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગતા નહેરની બહાર ઉભા રહેલ મિત્રોએ ડૂબી રહેલ મિત્રોને બચાવવા મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા જોકે રેહાન અને અયાનની મદદે લોકો આવે તે પહેલા જ બનેના ઉંડા પાણીમાં ઘરકાવ થઇ જવાના કારણે મોત નિપજ્યા હતા,
બનાવ અંગેની જાણ આણંદ રૂરલ પોલીસને થતા પોલીસ નહેર ખાતે દોડી આવી હતી અને રેહાન અને અયાનના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદ થી નહેરમાંથી બહાર કાઢી બને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ ઘટનાની જાણ થતા મૃતક રેહાન અને અયાનનો પરિવાર પણ નહેર ખાતે દોડી આવ્યો હતો અને પરિવારના આક્રંદ થી વાતવારણમાં સન્નાટો છવાઈ ગયો હતો.
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
