<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

સંખેડા નજીક હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહનની અડફેટે આવતા કામ પરથી ઘરે પરત ફરતા બાઈક ચાલક યુવાનનું મોત

યુવક મોડી રાત્રે વોશિંગ મશીન સર્વિસનું કામકાજ પૂર્ણ કરી બાઈક પર ઘરે પરત ફરતો હતો ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે તેનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ખાનગી કંપનીમાં વોશિંગ મશીન સર્વિસ રીપેર કરવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો યુવકનું મોડી રાત્રે વોશિંગ મશીન સર્વિસનું કામકાજ પૂર્ણ કરી બાઈક પર ઘરે પરત ફરતો હતો દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરે તેનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી કંપનીમાં વોશિંગ મશીન સર્વિસ રીપેર કરવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો 21 વર્ષીય આશાસ્પદ યુવક રવિન્દ્ર નિસાદ છોટાઉદેપુર જિલ્લામાંથી મોડી રાત્રે વોશિંગ મશીન સર્વિસનું કામકાજ પૂર્ણ કરી બાઈક પર સવાર થઇ ઘરે જવા નીકળ્યો હતો દરમિયાન પાણીયા બસ સ્ટેન્ડ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે માતેલા સાંઢની માફક પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહન ચાલકે રવિન્દ્ર નિસાદની બાઈકને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો

અકસ્માતમાં અજાણ્યા વાહનની અડફેટે રવિન્દ્ર નિસાદ બાઈક પર થી હવામાં ફંગોળાઈ નીચે પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈર્જાઓ પહોંચતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે સંખેડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(11:44 PM IST)