<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2 માં ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા

નવા નિયમો પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે. પ્રિલિમ અને મુખ્ય પરિક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે

ગાંધીનગર :વર્ગ 1 અને 2 માં ભરતીને લઈ નવા નિયમો જાહેર કરાયા છે. સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો બહાર પાડ્યા છે. વર્ગ 1 અને 2 ની ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચના ચાલી રહી હતી.

નવા નિયમો પ્રમાણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે. પ્રિલિમ અને મુખ્ય પરિક્ષાના રૂપે ભરતીમાં પરીક્ષા લેવાશે. મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં પાસ થવું ફરજીયાત છે. પ્રિલીમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના આપવાના જવાબ રહેશે. મેઇન પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટીનો ટેસ્ટ થશે. ભરતી પરીક્ષા પહેલા GPSC સિલેબસ જાહેર કરશે.

મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સાનાલિટી ટેસ્ટ થશે. ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર પ્રેફરન્સ સહિતના વિગતવાર નિયમોને લઈ ગેઝેટ જાહેર થયું છે.

 

પહેલા પ્રિલિમ પરીક્ષા બે પેપર અને 400 માર્ક હતા જે હવે 200 માર્ક કરી દીધા છે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અંગ્રેજી નિબંધ અને સામાન્ય અભ્યાસના ત્રણ પેપર 150-150 માર્કના રહેશે. જેમાં બદલાવ કરીને બધા પેપર 250 માર્ક ગુજરાતી અને અંગ્રેજી પેપર ખાલી પાસ કરવા પૂરતા રાખ્યા છે. જેમાં 25 ટકા માર્ક એટલે કે દરેક ભાષાના પેપરમાં 75 માર્ક લાવવાના રહેશે. બાકીના નિબંધ સામાન્ય અભ્યાસના ત્રણના બદલે 4 પેપર કરવામાં આવ્યા છે. હવે ભાષાના પેપરના માર્ક મેરિટમાં ગણાશે નહીં. ખાલી આ પેપરમાં પાસ થવું પડશે.

 

સરકારે રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે ભરતી મામલે થયેલી અને થનારી કામગીરી જાહેર કરી છે. હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની કામગીરી જાહેર કરતાં જણાવ્યું છે કે, રાજ્યમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે. બિન સરકારી માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડાશે, તેમજ 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. સાથે જ એપ્રિલ મહિનાના અંતમાં ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે.

(12:15 PM IST)