તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 4th March 2025
સુરતમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિના મિત્રએ કોસંબાના ફાર્મમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
ફોટા વાયરલ કરવાની ધમકી આપી તે અવારનવાર શરીર સંબંધ બાંધતો:ભગાડીને બેંગ્લોર લઈ ગયો અને ત્યાં પણ શરીર સંબંધ બાંધતો: પિયરના ગામડાના પાદરે મૂકીને પલાયન થયા બાદ દુષ્કર્મની ફરિયાદ

સુરતના નાના વરાછામાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી પતિના મિત્રએ કોસંબાના ફાર્મમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બંને વર્ષ અગાઉ બેંગ્લોર ભાગી ગયા હતા અને ત્યાં પણ તે સંબંધ બાંધતો હતો. જોકે, બે દિવસ અગાઉ પતિનો મિત્ર તેને પિયર અરવલ્લીમાં ગામના પાદરે મૂકી પલાયન થઈ જતા આખરે પરિણીતાએ તેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વિગતો મુજબ મૂળ અરવલ્લીની 26 વર્ષીય રાશી એ આઠ વર્ષ અગાઉ મૂળ જામનગરના વતની અને સુરતમાં નાના વરાછા ખાતે રહેતા રત્નકલાકાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હાલ ચાર વર્ષના પુત્રની માતા રાશિ અઢી વર્ષ અગાઉ પતિના મિત્ર નરેન્દ્ર વલ્લભભાઈ ખુંટના સંપર્કમાં આવી હતી. થોડા સમયમાં જ તેઓ મિત્ર અને બાદમાં પ્રેમી બન્યો હતા. વર્ષ અગાઉ નરેન્દ્ર રાશિને કોસંબાના એક ફાર્મમાં લઈ ગયો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધી તેના ફોટા પાડયા હતા.
બાદમાં તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી તે અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. ત્યાર બાદ તે રાશિને ભગાડીને બેંગ્લોર લઈ ગયો હતો અને ત્યાં પણ શરીર સંબંધ બાંધતો હતો. જોકે, બે દિવસ અગાઉ તે રાશિને તેના પિયરના ગામડાના પાદરે મૂકીને પલાયન થઈ ગયો હતો. આથી છેવટે રાશિએ ગતરોજ નરેન્દ્ર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.બી.ઔસુરાએ વધુ તપાસ હાથ ધરી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
