<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પાટણ જિલ્લાની બાસ્પા કોલેજમાં ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ રીલ બનાવી વાયરલ કરી : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો: જુઓ વિડિયો

સમગ્ર મામલો કોલેજ પ્રશાસનને ધ્યાને આવતા ગંભીર નોંધ લીધી હતી. HNGU ને પણ લેખિતમાં રિપોર્ટ આપી વીડિયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરશે તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું લખાણ આપ્યું : કોલેજના સત્તાધીશો દ્વારા પાટણ HNGU ને લેખિતમાં રિપોર્ટ આપ્યો કે, યુવરાજસિંહ જાડેજા રાજકીય રીતે કોલેજ અને શિક્ષણ વિભાગને બદનામ કરવા આ વીડિયો વાયરલ કર્યો

પાટણ તા.૪: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં સમીના બાસ્પા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ મોબાઈલથી વીડિયો રેકોર્ડ કરી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ત્યારે આ ગંભીર બેદરકારી બાબતે યુવરાજસિંહે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી એક્શન લેશે કે નહીં તેવા સવાલો કર્યા હતા. 

સોશિયલ મીડિયા પર રીલ વાયરલ થઇ 

જોકે સમગ્ર ઘટના બાદ પાટણ HNGU અને બાસ્પા ખાતે આવેલ કોલેજના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા અને HNGU દ્વારા કોલેજના સત્તાધીશો જોડે સમગ્ર મામલે લેખિતમાં ખુલાસો માગ્યો હતો. ત્યારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા યુનિવર્સિટી ખાતે જઈ લેખીતમાં ખુલાસો આપ્યો હતો અને જવાબદાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. 

સ્થળ :- મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ બાસપા (જી: પાટણ તા : સમી)

પેપર : સમાજશાસ્ત્ર 

તારીખ : 03/માર્ચ/2025

કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન ફક્ત વિદ્યાર્થી ફોન લઈ જાય એટલું નહીં, ચાલુ પરીક્ષા દરમિયાન ઈન્સ્ટાગ્રામ માં રીલ પણ બનાવે અને બિન્દાસ અપલોડ પણ કરે..

પ્રશાસન સામે સવાલ ઉઠ્યા 

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, બાસ્પા ખાતે આવેલ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી હતી. તે દરમિયાન BA સેમ-6 નું સમાજશાસ્ત્ર નું પેપર હતું. આ દરમિયાન એક વિદ્યાર્થીએ વીડિયો રેકોર્ડ કરીને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી. ત્યારે સમગ્ર મામલો કોલેજ પ્રશાસનને ધ્યાને આવતા ગંભીર નોંધ લીધી હતી. HNGU ને પણ લેખિતમાં રિપોર્ટ આપી વીડિયો વાયરલ કરનાર વિદ્યાર્થી સામે કાર્યવાહી કરશે તેમજ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવું લખાણ આપ્યું હતું. 

કોલેજના સત્તાધીશો દ્વારા પાટણ HNGU ને લેખિતમાં રિપોર્ટ આપ્યો તેમાં લખવામાં આવ્યું છે કે, યુવરાજસિંહ જાડેજા રાજકીય રીતે કોલેજ અને શિક્ષણ વિભાગને બદનામ કરવા આ વીડિયો વાયરલ કર્યો છે.

(4:57 PM IST)