<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

જલારામબાપા વિષે બોલવાની સ્‍વામીની કોઇ હેસિયત નથી, એણે અરીસામાં જોવુ જોઇએ: જુઓ વિડિયો

સ્‍વામિનારાયણ સંપ્રદાયના સાધુના વિધાનોની આકરી ટીકા કરતા રૂપાલા :વિવાદ સર્જનાર સ્‍વામી સામે પગલા ભરવા સંપ્રદાયને અનુરોધ

રાજકોટ, તા. ૪ : સ્‍વામીનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશે પૂ. જલારામ બાપા અંગે જે બફાટ કરેલ તેને રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢી છે.

પરસોતમભાઇ રૂપાલાએ જણાવેલ કે, આ દુઃખદ બીના છે. જલારામ બાપા એક એવા વિભુતિ છે કે જેમના ઉપર દેશ-વિદેશમાં શ્રધ્‍ધા ધરાવનાર મોટો વર્ગ છે.

જલારામ બાપા શ્રધ્‍ધા-સેવાનું કેન્‍દ્ર છે. હરિહરનો સાદ ત્રણ ટાઇમ નગારે દાંડી મારીને કરવામાં આવે છે. જયાં પૈસાનો સ્‍વીકારવાનું દુર્લભ ઘટના છે. ભૂલથી કોઇ પૈસા ન આપે તે માટે તેમને ના પાડવા પગારદાર રખાય છે. તેવી જગ્‍યા સામે બોલતા પહેલા અરીસામાં જોવું જોઇએ. 

સ્‍વામીનું શું નામ છે તે મને ખબર નથી, પણ તેમની કોઇ હેસીયત નથી કે જલારામ બાપા વિશે કોમેન્‍ટ કરવી જોઇએ હું મારી સખત નાપસંદગી વ્‍યકત કરી ઘોર નિંદા કરૂ છું. આનાથી બચવું જોઇએ. સ્‍વામીનારાયણ સંતો-અનુયાયીઓએ આમના વિરૂધ્‍ધ પગાલ લેવાના પ્રયાસ કરવા જોઇએ તેવી અપીલ છે.

જલારામ મંદિરના ગાદીપતિઓને વિનંતી કરૂ છું કે આપની ગરિમા આવા નિવેદનીયાઓને કારણે નથી પણ જલારામ બાપાના તપ છે. આપ એ ગરિમાને જાળવી રાખો તેવી આપના ચરણોમાં પ્રાર્થના છે.

(3:55 PM IST)