News of Tuesday, 4th March 2025
બે-ત્રણ દિવસમાં તાપમાન વધશે, અમુક જગ્યાએ ૪૦ ડીગ્રીએ પહોંચશેઃ એપ્રિલમાં પણ આકરા તાપ માટે તૈયાર રહેજો
આ મહિનાના અંત સુધીમાં તાપમાન ૪૨ ડીગ્રીએ કે તેનાથી વધુ પહોંચી જશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ,તા.૪ : ગુજરાતમાં હાલ ઉનાળાની શરૃઆત થઈ રહી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ફરીથી ઉછાળો આવે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા કરશે. તેના કારણે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૭ માર્ચ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે. ૭ માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ રહેશે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. ૨૩ માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ધીરે ધીરે ગરમી વધતી જશે. મહત્તમ તાપમાન કેટલાક ભાગોમાં ૪૨ ડિગ્રી અથવા તો તેનાથી વધુ રહેવાની શક્યતાઓ રહેશે. ૨૬ એપ્રિલથી આકરી ગરમી પડવાની શરૃ થઈ જશે. ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી અથવા આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. એપ્રિલ મહિનામાં પણ વંટોળ અને લૂની શક્યતાઓ રહેશે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
