News of Tuesday, 4th March 2025
અમદાવાદમાં બનશે સૌથી ઊંચું ૪૫થી વધુ માળનું કોમર્શિયલ બિલ્ડિંગ
એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટીની સામે ૧૫૦ મીટર ઊંચું કોમર્શિયલ બિલ્ડિંગ બનશે

અમદાવાદ, તા.૪: અમદાવાદ પણ દુનિયાના વિકસીત દેશોના શહેરો સાથે તાલ મિલાવવા સજ્જ થઈ રહયું છે. મેટ્રો, વર્લ્ડ કલાસ સ્ટેડિયમ, રિવરફ્રન્ટ સહિતના આકર્ષણો તો અમદાવાદમાં તૈયાર થઈ જ ગયા છે, સાથે જ વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાનું કામ પણ ચાલી રહયું છે. તેમાંય એસજી હાઈવે તો હવે કોમર્શિયલ હબ બની ગયો છે, જેથી બિલ્ડર્સ પણ આ હાઈવેની આસપાસ અને શહેરની ફરતે સ્કાયસ્કેપર્સ બનાવવામાં રસ દાખવી રહયા છે. ત્યારે એસજી હાઈવે પર વધુ એક આકર્ષણ તૈયાર થવા જઈ રહયું છે. ગોતા વિસ્તારમાં નિરમા યુનિવર્સિટીની સામે અમદાવાદનું સૌથી ઊંચું ૧૫૦ મીટરનું કોમર્શિયલ બિલ્ડિંગ બનશે. જેમાં ૪૫ કરતા વધુ ફ્લોર હશે તેવું જણાવાઈ રહયું છે. તે અંગેની -પોઝલ રાજ્ય સરકારની સ્પેશિયલ ટેકનિકલ કમિટી સમક્ષ મૂકવામાં આવી ચૂકી છે. હાલમાં રાજપથ કલબ પાસે આવેલી ૪૩ માળની બિલ્ડિંગ અમદાવાદની સૌથી ઊંચું કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેની ઊંચાઈ ૧૪૭ મીટર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ખ્પ્ઘ્)એ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈના ૨૩ બિલ્ડિંગ્સને મંજૂરી આપી છે, જેમાં ૧૮ રેસિડેન્શિયલ અને ૫ કોમર્શિયલ પ્રોજેકટ છે. જ્યારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ખ્શ્ઝ્રખ્)એ આવા ૬ હાઈ–રાઈઝને મંજૂરી આપી છે અને અન્ય ૫ પ્રોજેકટ મંજૂરીની રાહ જોઈ રહયા છે. ડિસેમ્બર ૨૦૧૪માં રાજ્ય સરકારે ગુજરાત કોમ્પ્રેહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (ઘ્ઞ્ઝ્રઘ્ય્)ને મંજૂરી આપી હતી. તે સમયે આશ્રમ રોડના કેટલાક વિસ્તારોમાં ૫.૪ ફ્લોર સ્પેસ ઈન્ડેકસ (જ્લ્ત્) મંજૂર કરાઈ હતી. જ્યારે મેટ્રો અને ગ્ય્વ્લ્ રૂટની બંને તરફ ૨૦૦ મીટરના અંતરે ૪ની જ્લ્ત્ આપવામાં આવતી હતી. જોકે, ૪ની જ્લ્ત્ની જોગવાઈ હોવા છતાં ૨૨ ફ્લોરના બિલ્ડિંગ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી મોટાભાગના ૭૦ મીટરથી ઊંચા હતા. વર્ષ ૨૦૧૭માં રાજ્ય સરકારે કોમન ઞ્ઝ્રઘ્ય્ લાગુ કર્યા હતા, જેમાં વર્ષ ૨૦૧૮માં સુધારા–વધારા કરાયા હતા. વર્ષ ૨૦૨૧થી રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીગનરમાં ૧૦૦ મીટરથી ઊંચા બિલ્ડિંગ્સને મંજૂરી આપવાનું શરૂ કર્યું હતું. રાજ્ય સરકારના ડેટા મુજબ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં ૧૦૦ મીટરથી ઊંચા ગાંધીનગર અને સુરતમાં બે જ્યારે વડોદરામાં એક બિલ્ડિંગને મંજૂરી આપવામાં આવી છે.(
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
