News of Tuesday, 4th March 2025
આજ સાંજ સુધીમાં ગુજરાતભરમાંથી અધધ પોલીસ કાફલો સુરતઃ નવસારીમાં
આજ સાંજ સુધીમાં ગુજરાતભરમાંથી અધધ પોલીસ કાફલો સુરતઃ નવસારીમાં

વડાપ્રધાનના સુરતના રોડ શો અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રેન્જ વડા પ્રેમવીરસિંહ અને નવસારી એસપી સુશીલ અગ્રવાલ સાથે સ્થળ મુલાકાત બાદ રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મહત્ત્વનો નિર્ણય સુરતની ઐતિહાસિક આગ, નુકશાની અને તંત્ર દ્વારા થયેલ કાર્યવાહીની પીએમ વિગત માંગે તેવી પ્રબળ સંભાવના અંતર્ગત ડેટા રેડી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પોતાના મત વિસ્તાર નવસારી, અને ગૃહમંત્રી પોતાના વતન સુરતના કાર્યક્રમ અંગે અધિકારીઓ પાસેથી તમામ અપડેટ મેળવી રહ્યા છે સુરત કલેકટર ડો.સૌરભ પારઘી દ્વારા ઘટના સ્થળ પર જ ડીડીઓ. રેસી. એડી.કલેકટર અને નોડલ ઓફિસર સાથે બેઠકઃ તમામ વ્યવસ્થાને આખરી ઓપ
રાજકોટ તા. ૪ :.. સૌરાષ્ટ્રમાં જામનગર અને ગીર સોમનાથની વડા પ્રધાનની મુલાકાત પૂર્ણ થયા બાદ તારીખ ૭ અને ૮ નાં રોજ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાઉથ ગૂજરાતનાં નવસારી અને સુરત ખૂબ મહત્વના કાર્યક્રમો સાથે સુરતમાં રોડ શો હોવાથી રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બન્ને શહેરોનાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધા પછી સુરતમાં ૩૦૦૦ જેટલા પોલીસ સ્ટાફ અને હોમ ગાર્ડ ફાળવવા નિર્ણય કરવા સાથે ૩૦૦ જેટલા પીએસઆઈ , પીઆઇ, dysp ફાળવતા રાજ્યભરમાંથી પોલીસ સ્ટાફ અધિકારીઓ આજ સાંજ સુધીમાં રિપોર્ટ કરનાર હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત નવસારીમાં પણ લખપતિ બહેનાં જેવા મહીલાઓની અર્થાત્ નારી શકિત ઉજાગર કરતા કાર્યક્રમો હોય, નવસારીમાં પણ રાજ્યભરની પોલીસ ગોઠવો સુરક્ષા ચક ડીજીપી દ્વારા ફાળવાયેલા અધિકારીઓ સ્ટાફની મદદથી રેન્જવડા પ્રેમવીરસિંહની મદદથી નવસારી એસપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું છે .
સંકલનની મહત્વની જવાબદારી એલસીબી પીઆઇ દીપક કોરાટ સાંભળી રહ્યા છે. સુરતમાં સંકલન જવાબદારી pcb પીઆઇ સાંભળી રહ્યા છે.
સુરતના વડા પ્રધાનના કાર્યક્રમ સંદર્ભે સમારોહ સ્થળે જ કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા બેઠક યોજી હતી. જેમાં ડીડીઓ શિવાની ગોયેલ, રેસી કલેકટર વિજય રબારી, નોડલ ઓફિસર પુરવઠા અધિકારી ડી. ડી.શાહ હાજર રહેલ.નવસારી અને સુરતની સી. આર.પાટીલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા પણ મુલાકાત લેવામાં આવેલ.
જિલ્લા કલેકટરએ કાર્યક્રમની જરૂરી વ્યવસ્થાઓ જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, હેલિપેડથી લઈને કાર્યક્રમના સ્થળ સુધીના રૂટ પર બ્રાન્ડિંગની વિગતો મેળવી હતી.
સાથે લાભાર્થીઓ, સાઉન્ડ સિસ્ટમ, ડોમની ડિઝાઈન, બેઠક વ્યવસ્થા, મીડિયા વ્યવસ્થા, ર્પાકિંગ, ફુડ પેકેટસ, પીવાના પાણી, શૌચાલય, ગ્રીનરૂમ, હેલિપેડ, સ્ટેજ ઉપરની આનુશાંગિક વ્યવસ્થાઓ, ટ્રાફિક નિયમન વગેરેની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
