News of Tuesday, 4th March 2025
રાજયમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગરમાં 1530 રૂપિયા સુધી બોલાયો:જાણો 47 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,937.88 ટન કપાસની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 47 માર્કેટ યાર્ડમાં કુલ 5,937.88 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વડાલીમાં 1519 રૂ., ઉનાવામાં 1515 રૂ., બોટાદમાં 1513 રૂ., જસદણમાં 1505 રૂ., હળવદમાં 1495 રૂ., ગોંડલમાં 1431 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,937.88 ટન કપાસની આવક થઇ છે.



(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
