<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

GPSCના વર્ગ -1 અને વર્ગ-2ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરાયો

પહેલાં પ્રાથમિક કસોટીમાં 200-200 માર્કના બે પ્રશ્નપત્રો હતા. હવે પ્રાથમિક કસોટીમાં 200 માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે

ગાંધીનગર : GPSCના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષાના પ્રશ્નપત્રોના ગુણની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં પ્રાથમિક કસોટીમાં 200-200 માર્કના બે પ્રશ્નપત્રો હતા. હવે પ્રાથમિક કસોટીમાં 200 માર્કનું એક પ્રશ્નપત્ર રહેશે.

   પહેલાં મુખ્ય પરીક્ષામાં 6 પ્રશ્નપત્રો હતાય ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસક્રમના 3 પ્રશ્નપત્રો હતાય હવે સામાન્ય અભ્યાસક્રમના એક નવા પ્રશ્નપત્રનો ઉમેરો કરાયો છે. હવે સામાન્ય અભ્યાસના 4 અને નિબંધનું એક મળીને કુલ 5 પ્રશ્નપત્રો રહેશે

  દરેક પ્રશ્નપત્રના 250 માર્ક મળી કુલ 1250 માર્ક થશે. ગુજરાતી, અંગ્રેજી વિષયના ગુણ મેરિટમાં નહીં ગણાય. ગુજરાતી, અંગ્રેજી પ્રશ્નપત્રમાં 25 ટકા ગુણ મેળવવા હવે ફરજિયાત છે. પહેલાં ઈન્ટરવ્યૂના 100 ગુણ હતા, હવે ઈન્ટરવ્યૂ 150 ગુણનું રહેશે. ઉમેદવારોની રજૂઆતને ધ્યાને આ જરૂરી ફેરફાર કરાયા છે

(8:13 PM IST)