<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

રાજયમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1321 રૂપિયા સુધી બોલાયો: જાણો 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 914.34 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 29 માર્કેટ યાર્ડમાં કુલ 914.34 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1321 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1110 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિજાપુરમાં 1200 રૂ., ગોંડલમાં 1196 રૂ., કાલાવડમાં 1125 રુ., જસદણમાં 1119 રૂ., મહુવામાં 1104, ધ્રોલમાં 1100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 914.34 ટન મગફળીની આવક થઇ છે.

(9:58 PM IST)