News of Tuesday, 4th March 2025
નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વિવિધ પ્રશ્ને અધિકારીઓને અપાયું આવેદન

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીના વિવિધ પ્રશ્નો બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી, DDO, SP નર્મદા તેમજ કલેકટરને આવેદન આપી સરકાર તેઓની માંગ પુરી કરે તે માટે રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના 4 કેડરો, મલ્ટીપર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઈઝર, અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ની મુખ્ય 3 માંગણીઓમાં તેઓને ગ્રેડ પે બીજા રાજ્યો કરતા ઓછો મળી રહ્યો છે, તેઓને હાલમાં ગ્રેડ પે 1900 ચુકવવામાં આવી રહ્યો છે, જે બીજા રાજ્યોમાં 2400 થી 2800 છે તેમજ પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ માટે જે ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવે છે એ રદ કરવામાં આવે, એવી મુખ્ય માંગ સાથે નર્મદા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘને આવેદન આપવાની ફરજ પડી હતી, જો તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો માસ સી.એલ પર ઉતરી ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં સામુહિક ધરણા પર બેસવાની તેઓએ ચીમકી ઉચ્ચારી હતી.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
