<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

પણ ગામ પાસે પુરપાટ જતી ક્રેટા ગાડી પલટી મારતા ચાલકનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પણ ગામ પાસે ફોર વ્હીલ ગાડી પલટી મારી જતા ચાલકનું મોત નીપજ્યું હતું

    પ્રાપ્ત વિગતો અનુસાર ચિરાગભાઈ ભરતભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ મરનાર હરીશભાઇ રમણભાઈ વસાવાનાઓ પોતાના કબ્જાની ક્રેટા ફોર વહીલ ગાડી નંબર GJ-22-H-5756 પુરઝડપે હંકારી ચલાવતા સ્ટ્રેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા મોવી થી દેડીયાપાડા તરફ આવતા પણગામ ગામની સીમમાં રોડ પરના વંળાકમાં આવેલ ગરનાળુ કુદાવી ક્રેટા ગાડી પલ્ટી ખવડાવી દેતા તેઓ ગાડી નીચે દબાઈ જતા માથાના ભાગે તથા શરીરે ગેબી ઈજા થતા સ્થળ પર તેમનું મોત થતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:41 PM IST)