News of Tuesday, 4th March 2025
લગ્ન પ્રસંગમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી અને અન્ય શખ્શ પર હુમલો
મોડી રાત્રે બનેલ ઘટનાને પગલે તિલકવાળા પોલીસ અને નર્મદા એલ સી બી ઘટના ની જાણ થતાં જ સ્થળે પહોંચી હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ ભાઈ તડવી અને અન્ય એક શખ્શ પર હુમલો થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે આ ઘટના માં હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી
મળતી માહિતી મુજબ તિલકવાળા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે લગ્ન પ્રસંગ માં કોઈક કારણોસર યુવાનો વચ્ચે માથાકુટ થઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી છોડાવવા પડ્યા હતા પ્રમુખ વચ્ચે પડ્યા તેની રિસ રાખી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય એક ઇસમ ને ઇજા થતા ડભોઇ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તથા જિલ્લા પંચાયત પ્રમુખ પર હુમલો કરનારા લોકો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી ભાજપ પક્ષના જ છે અને હુમલો કરનારા પણ એજ પક્ષના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
