<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાજપ પાર્લામેન્ટની બેઠક પૂર્ણ: જૂનાગઢ મનપા,તાલુકા પંચાયત અને ભાજપ શાસિત પાલિકાના હોદ્દેદારો નક્કી

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા: કાલે ફરી બેઠક મળશે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ  પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષધ્યાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક થઇ હતી. જેમાં 68 નગરપાલિકા પ્રમુખોની નિમણુક અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જુનાગઢ મેયર અને હોદ્દેદારોના નામ નક્કી કરવા મનોમંથન કરાયું હતું 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનું આયોજન કરાયું હતું .પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 220થી વધુ હોદ્દેદારોના નામ પર ચર્ચા વિચારણા કરાઈ હતી.આ બેઠકની શરૂઆતમાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા પાલિકાના હોદ્દેદારો ચર્ચા વિચારણા અંગે થઇ હતી.આ બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી . 

ત્યારબાદ જૂનાગઢ મનપા, 3 તાલુકા પંચાયત અને બીજેપી શાસિત પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરાયું હતું.. મોટાભાગના નામો આજે જ પૂર્ણ કરવાની બીજેપીની તૈયારી હતી . આ ઉપરાંત આગામી ચૂંટણીને લઇને આયોજન અને પ્લાન વિશે ચર્ચા કરવામાં આવી હતી.હવે 5 તારીખે સવારે ફરી  બેઠક મળશે.

(12:43 AM IST)