તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
પાદરા તાલુકામાં લૂંટ કરતી એક નવી ગેંગ સક્રિય : વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવી
વટલાવડું તળાવ પાસે ઝાડીમાંથી આવી ચડેલા ચાર જેટલા શખ્સોએ વેપારી પર હુમલો કરી રોકડ રકમ તેમજ ટિફિન અને એકટીવાની ચાવી લઈને ફરાર

વડોદરા : પાદરા તાલુકામાં લૂંટ કરતી એક નવી ગેંગ સક્રિય થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ગેંગના સભ્યો જે તે વ્યક્તિને ટાર્ગેટ કરી તેની પર હુમલો કરે છે. અને ત્યારબાદ તેની પાસે રહેલી રકમ સહિત સર સામાનની લૂંટ કરે છે.
વડુ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર દૂધવાળા ગામે રામજી મંદિર વાળું ફળિયામાં રહેતા 49 વર્ષિય નિલેશ અંબાલાલ પટેલ વ્યાપારી છે. રાત્રીના સમય દરમિયાન તેઓ પોતાની દુકાન બંધ કરીને દિવસ દરમિયાન થયેલી કમાણીના 40,000 જેટલી રોકડ રકમ પોતાનું ટિફિન લઈને એકટીવા ઉપર બોદાલ કંપનીની પાછળના ખેતર વાળા કાચા રસ્તે થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન વટલાવડું તળાવ પાસે પહોંચ્યા હતા. ત્યારે અંધારામાં અચાનક ઝાડીમાંથી આવી ચડેલા ચાર જેટલા ઈસમોએ વેપારી પર હુમલો કર્યો હતો. લાકડીઓ વડે તેમને માથામાં અને શરીરના ભાગે હુમલો કરતા વેપારી નિલેશને ગંભીર ઈજા પહોંચતા તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં આ લૂંટારો વેપારીએ થેલી જેમાં રોકડ રકમ મુકેલ હોય તેમજ ટિફિન અને એકટીવાની ચાવી લઈને ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે વેપારી નિલેશભાઈએ વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે મામલે વડુ પોલીસે વેપારીની ફરિયાદને આધારે લૂંટારું ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
