તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Wednesday, 5th March 2025
ભુપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય શુભેચ્છા મુલાકાતે કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચાયેલ કમિટીના અધ્યક્ષ અને સભ્યો
રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

રાજકોટ તા.૫ :
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી.
કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ સી .એલ .મીના, એડવોકેટ આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીશ્રી ને મળ્યા હતા.
રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષશ્રી અને સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે.
આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, મુખ્ય મંત્રીશ્રી ના સચિવ અવંતિકાસિંઘ,ઓ .એસ .ડી રાકેશ વ્યાસ આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
