<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ખાનગી શાળાઓમાં લેવાતી બેફામ ફી સામે અવાજ

ઉઠાવતા ઇમરાન ખેડાવાલાઃ ધારાસભામાં પ્રશ્ન :શાળાઓ એડમિશન ફી અને ટર્મ ફી વાર્ષિક ટયુશન ફીના એક માસની ફી જેટલી વસુલી શકેઃ સરકારનો ચતુરાઇપૂર્વકનો જવાબ

રાજકોટ તા. પઃ રાજયમાં મોટાભાગની ખાનગી શાળાઓમાં વસુલાતી બેફામ ફી બાબતે અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાએ ધારાસભા સત્રમાં અવાજ ઉઠાવી સરકાર પાસે જવાબ માંગ્યો છે. ફીની નિર્ધારણ માટેની સમિતિની પૂરતી અસરકારકતા ન હોવાનો ધારાસભ્યનો આક્રોશ છે.

શ્રી ઇમરાન ખેડાવાલાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રીને તારાંકિત પ્રશ્ન પૂછેલ કે તા. ૩૧-૧ર-ર૦ર૪ની સ્થિતિએ ખાનગી શાળાઓ એડમિશન ફી અને ટર્મ ફી વાર્ષિક ટયુશન ફી ના એક માસની ફી જેટલી વસુલીફ શકે છે તે હકીકત સાચી છે કે કેમ, અને જો હા, તો ઉકત જોગવાઇનો ભંગ અટકાવવા માટે સરકારે છેલ્લા એક વર્ષમાં શી કાર્યવાહી હાથ ધરેલ છે?

શિક્ષણ મંત્રીએ જવાબમાં જણાવેલ કે, ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમ, ર૦૧૭ ની કલમ-ર વ્યાખ્યાના (૪) (ર) ''સત્ર ફી (ટર્મ ફી), જે સત્ર દીઠ એક મહિનાની ટયૂશન ફી કરતાં વધુ હોવી જોઇએ નહીં, તથા (જ) (૮) ''પ્રવેશ ફી, જે એક મહિનાની ટયુશન ફી કરતાં વધુ હોવી જોઇએ નહીં.'' અનુસાર વસૂલી શકે છે.

સરકારે આ જોગવાઇનો ભંગ અટકાવવા માટે ૧ વર્ષમાં શું કાર્યવાહી કરી તે સવાલના જવાબમાં મંત્રીએ જણાવેલ કે ''લાગુ પડતું નથી''

(4:46 PM IST)