<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

નર્મદામાં બીજેપીના ૨ નેતા વચ્ચે બબાલ થઇ : હથિયારો ઉછળ્યા 10 જેટલા લોકોને ઈજા થઇ : જીવલેણ હુમલામાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા આદિજાતી મોરચના મહામંત્રી હુમલામાં ઘવાયા

નર્મદા તા.૫ : નર્મદામાં  બીજેપીના ૨ નેતા વચ્ચે બબાલ થઇ છે.ભાજપાના બે જૂથ વચ્ચે ધીંગાણું થતા હથિયારો ઉછળ્યા. જેમાં 10 જેટલા લોકોને ઈજા થઇ છે. જીવલેણ હુમલામાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને જિલ્લા આદિજાતી મોરચના મહામંત્રી હુમલામાં ઘવાયા છે. તિલકવાડા પોલીસ મથકે સામસામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તેમના પુત્ર અને અન્ય સાથીઓ તેમજ જિલ્લા આદિજાતી મોરચના મહામંત્રી તેમની તેમના સાથીઓ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. બન્ને ભાજપના હોવા છતાં તેમના વચ્ચે ઝઘડો થયો હોવાને કારણે ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

જોકે, મારામારીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર ભાજપ આદિજાતિ મોર્ચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઘટનામાં મંગળવારે મોડી સાંજે જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામા પક્ષ દ્વારા પણ ફરિયાદ નોંધાવી છે. ભાજપનાજ બન્ને નેતાઓ સામસામે આવ્યા છે. તિલકવાડા પોલીસ મથકે સામ-સામે પોલીસ ફરિયાદ થઈ છે. આ મારામારી એટલી હદે આવી કે બન્ને નેતાઓ ને ઇજા થતાં હાલ સરકારી હોસ્પિટલમાં દાખલ છે ત્યારે બન્ને નેતાઓએ એકબીજા પર આક્ષેપ કર્યા છે

(4:56 PM IST)